ભુજ શહેરના વાણીયાવાડ નાકા પાસે આવેલ રીક્ષાસ્ટેન્ડમાં રીક્ષા પાર્ક કરવાની ટ્રાફીક પોલીસ દ્વારા મનાઇ કરવામાં આવતા ભુજના રીક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.આ રીક્ષા ચાલકોના જણાવ્યા મુજબ ભુજના વાણીયાવાડ
નાકા પાસે આવેલ રીક્ષા સ્ટેન્ડ 2004માં રદ કરવામાં આવેલ પણ ત્યાં બાકી રહેતી જગ્યામાં રીક્ષા ચાલકો રીક્ષા પાર્ક કરીને ધંધો કરતા હતા પણ હાલમાં ટ્રાફીક પોલીસ દ્વારા તે જગ્યા પર ઉભવા માટે મનાઇ કરવામાં આવતા
મુશ્કેલી ઉભી થઇ છે.ખાસ કરીને 1988 પછી રીક્ષા સ્ટેન્ડ માટે કોઇ જગ્યાઓ ઉભી નથી થઇ ત્યારે હાલે રીક્ષા વધુ અને રીક્ષા સ્ટેન્ડ ઓછા છે.ત્યારે ભુજના વાણીયાવાડ પાસે પોલીસ ચોકી પાસે ખુલ્લી જગ્યા માં રીક્ષા ચાલકો
માટે પાર્કીગની વ્યવસ્થા ઉભી થાય તેવી માંગણી ભુજ શહેર રીક્ષા વેલ્ફેર એસોસીએશન દ્વારા કરવામાં આવેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …