16 વર્ષની સગીરા પર 8 લોકોએ કર્યો ગેંગરેપ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી એક હેવાનિયતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે અહીં 16 વર્ષની સગીર છોકરી પર સામૂહિક બળાત્કારના આરોપમાં 8 લોકોની ધરપકડ કરી છે. પોલીસે રવિવારે જણાવ્યું કે, બળાત્કારની આ ઘટના 16-17 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે બની હતી. આરોપીએ પહેલા ખાલી બંગલામાં બાળકી પર બળાત્કાર ગુજાર્યો અને પછી તેને બીચ પર લઈ જઈને પ્રતાડિત કરવામાં આવી હતા.
તમામ આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. યુવતીએ પોલીસને લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ 16 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી 17 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યા સુધી તેના પર ત્રાસ ગુજાર્યો હતો. આરોપીઓ તેણીને માહિમ ગામમાં એક નિર્જન બંગલામાં લઈ ગયા અને તેણી પર વારંવાર બળાત્કાર કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે, યુવતીની ફરિયાદના આધારે રવિવારે સવારે તમામ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની સામે કલમ 376 (ડી), કલમ 366 (એ), કલમ 341, કલમ 342, કલમ 323 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

About chanchal bhuj bhuj

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »