પાણીની બોટલની નક્કી કિંમત કરતા વધારે વસૂલવા પર ભારે દંડ ફટકાર્યો છે. જાણકારી અનુસાર રેલવેએ ઠેકેદાર પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઠેકેદારે પાણીની બોટલના ભાવ કરતા 5 રૂપિયા વધારે વસૂલ્યા હતા.
લવે છેલ્લા ઘણા સમયથી સતત એ પ્રયાસમાં છે કે સ્ટેશન પર જરૂરિયાતના સામાન પર નક્કી કિંમત જ મુસાફરે ચૂકવવી પડે. આ માટે રેલવેની સહાયક ઉપક્રમ IRCTCએ પોતાના તમામ વેન્ડર્સ અને કોન્ટ્રાક્ટર માટે એક લિસ્ટ પ્રાઈઝના હિસાબે નક્કી પણ કરી રાખી છે. જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર કે વેન્ડર મુસાફરો પાસેથી નક્કી કિંમત કરતા વધારે રકમ લઈ શકશે નહીં. જો એવુ થયુ અને આની ફરિયાદ મળી તો વેન્ડરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવી શકે છે.
તાજેતરમાં જ એક મુસાફરે ટ્વીટર પર પાણીની બોટલ પર 5 રૂપિયા વધારે વસૂલવાનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં એ જણાવવામાં આવ્યુ હતુ કે પાણીની બોટલ પર 5 રૂપિયા વધારે ચાર્જ કરવામાં આવ્યો. આ મામલે IRCTC એ ધ્યાન આપતા કાર્યવાહી કરી છે. હવે ઠેકેદાર પર 1 લાખનો દંડ ફટકારાયો છે.
મળતી વિગત મુજબ મુસાફર ચંદીગઢથી શાહજહાંપુર માટે મુસાફરી કરી રહ્યા હતા. એક વેન્ડર પાસેથી તેમણે પાણીની બોટલ ખરીદી જેના વેન્ડરે 20 રૂપિયા માગ્યા જ્યારે પાણીની બોટલ પર 15 રૂપિયા એમઆરપી લખેલી હતી. જે બાદ મુસાફરે આ મામલે રેલવેને ફરિયાદ કરી દીધી. હવે IRCTCએ કોન્ટ્રાક્ટર અને વેન્ડર બંને પર કાર્યવાહી કરી છે.