વાઘોડિયા રોડ પર રહેતી નિકિતા રાઠોડ નામની યુવતીનો પરિચય વર્ષ 2019 માં ખેડા જિલ્લાના વર્ષો ગામે રહેતા નિશિત ભીખાભાઈ સોલંકી સાથે થયો હતો ત્યારબાદ મોબાઈલ પર વાતચીત કરતા હતા અને તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
નિશિતે લગ્નની વાત કરતા નિકિતાએ પોતાના પરિવારમાં વાત કરી હતી પરંતુ પરિવારે લગ્ન માટે સંમતિ નહીં આપતા નિશિત અને નિકિતાએ નિશિતના પરિવારજનોની હાજરીમાં એપ્રિલ 2019 માં મેરેજ કરી લીધા હતા અને તેનું રજીસ્ટ્રેશન પેજ ગામમાં કરાવ્યું હતું લગ્ન બાદ નિકિતાને દહેજ માટે ત્રાસ ગુજારવાનું શરૂ થતા તેણે પિયર માંથી રૂપિયા મંગાવીને સાસરીમાં આપ્યા હતા.
લગ્નના દોઢ વર્ષ પછી નિકિતાને ખબર પડી કે નિશિતના લગ્ન અગાઉ જ્યોતિ રમેશભાઈ પરમાર રહેવાસી ગળતેશ્વર સાથે થયા હતા અને ત્યારબાદ તેઓ છુટા પડી ગયા હતા. જ્યોતિએ શ્રીવાલીયાની કોર્ટમાં ભરણપોષણનો કેસ પણ કર્યો હતો જે હજી પેન્ડિંગ છે આ અંગે નિકિતાએ પતિને જાણ કરતા તેણે માર મારી ઝઘડો કર્યો હતો. ડિલિવરીમાં દીકરીનો જન્મ થયા બાદ નિકિતાના પતિ અને અન્ય સાસરીયાઓ તેની ખબર જોવા આવ્યા નથી અને માનસિક તેમજ આર્થિક રીતે હજી ત્રાસ ગુજારી રહ્યા છે. આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.