Breaking News

ભચાઉ તાલુકાના ગામોમાં ડ્રોન ટેકનોલોજીથી રાયડાના પાકમાં નેનો યુરિયાનો છંટકાવ કરાયો

ભુજ, ગુરૂવાર

ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની યોજના હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે.ઓ.વાઘેલાની ટીમ દ્વારા નવી બાબત તરીકે ડ્રોન દ્વારા નેનો યુરિયા છંટકાવ માટે પ્રારંભિક તબક્કે ભચાઉ તાલુકાના આમરડી, કુંભારડી, નેર કડોલ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકાર તરફથી ખેડૂતોને એકરે ૫૦૦ રૂપિયા અને વધુમાં વધુ ૧૨૫૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે. ખેડૂત યુરિયા ખાતરનો વપરાશ ઓછો કરે અને નેનો યુરિયાનો છટકાવ કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ડ્રોન દ્વારા છંટકાવ કરવા માટે તાલુકા કક્ષાએ ગ્રામસેવકનો સંપર્ક કરી આ યોજનાનો લાભ મેળવી શકાય છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ગરમીની ઋતુમાં ફળોના ભાવમાં થયો વધારો

ગરમીની સીઝનમાં શાકભાજી અને ફળોની આવક વધુ થતી હોય છે. હમણાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »