03 મે 2023 ના રોજ, 102 બટાલિયન BSF અને NIUના સંયુક્ત સર્ચ ઓપરેશનમાં, જખૌ કિનારેથી 15 કિમી દૂર આવેલા ઇબ્રાહિમ પીર બેટમાંથી લગભગ 1100 ગ્રામ વજનનું ચરસનું 01 પેકેટ મળી આવ્યું હતું.એપ્રિલ 2023 થી અત્યાર સુધીમાં, જખૌ કિનારેથી ચરસના 29 પેકેટ મળી આવ્યા છે.બીએસએફ દ્વારા જખૌ કાંઠાના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.આ પેકેટ અગાઉ ઝડપાયેલા ચરસના પેકેટ જેવું જ છે. એવું લાગે છે કે આ પેકેટ ઊંડા સમુદ્રના મોજાં સાથે લઈને ભારતીય દરિયાકાંઠે પહોંચ્યું હતું.