કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને વર્ષાઋતુ ૨૦૨૩ના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ

આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને વર્ષાઋતુ ૨૦૨૩ના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં વિવિધ ૩૩ મુદાઓ પર પ્રાંત અધિકારી સર્વશ્રી, મામલતદાર સર્વશ્રી, તાલુકા વિકાસ અધિકારી સર્વશ્રી, નગરપાલિકાઓના તમામ ચીફ ઓફિસરશ્રીઓ, લાયઝન અધિકારી અને સંબંધિત અધિકારીઓને પૂર્વ તૈયારી, આયોજન અને વ્યવસ્થા કરવા અંગે સુચના સાથે પૂર્વ તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.
ચોમાસામાં સંદેશાવ્યવહાર માટે બીએસએનએલ અને સબંધિતોને તમામ સરકારી કચેરીઓ અને કન્ટ્રોલરૂમના લેન્ડલાઇન ફોન, વાયરલેસ સિસ્ટમ, ફેકસ મશીન ચાલુ રહે તેવી સુચના અપાઇ હતી. બચાવ સાધનોની વર્કીંગ કન્ડીશન ચેક કરવા તેમજ ડિઝાસ્ટર વિભાગને તમામ વિભાગ પાસેના બચાવના સાધનોની યાદી બનાવવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
કંટ્રોલરૂમ કાર્યરત કરવા,નીચાણવાળા વિસ્તારોનો સર્વે કરીને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની બચાવ કામગીરીની પૂર્વે તૈયારી, પુરરાહત બાબતના કન્ટ્રોલરૂમ, કાયદો વ્યવસ્થા, જિલ્લાના ડેમોની, નદીઓ કેનાલની સફાઇ, સ્થળાંતર માટેની તૈયારી, વરસાદી સ્થિતિમાં પીવાના પાણીની વ્યવસ્થા, કેનાલ પાઇપલાઇન, જર્જરીત રોડ રસ્તાઓ અને મકાનો બિલ્ડીંગની ચકાસણી અને મરંમત કરવા, પાણી નિકાલ વ્યવસ્થા સબંધિતોને કરવા, નડતરરૂપ વૃક્ષો કાપવા, ઘાસ સાચવણી, રોગચાળો ન ફેલાય તેની તકેદારી બાબત, દરિયો તોફાની બને તેવા સંજોગોમાં કરવાની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા જળવાય તે માટે આયોજન, પશુઓમાં રોગચાળા ના ફેલાય, આંગણવાડીમાં બાળકો સંદર્ભેની તકેદારી અંગે, નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીએ વરસાદી નહેરો, ગટરો, પાણીના ટેન્કરોની વ્યવસ્થા, પાણી નિકાલ વ્યવસ્થા વગેરે બાબતની પૂર્વ તૈયારી બાબતે ચર્ચા સાથે જરૂરી સૂચના કલેકટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.

જિલ્લાના નીચાણવાળા ગામ, વિસ્તારોમાં કેરોસીન, ખાધ સામગ્રીનો જથ્થો અગાઉથી પહોંચાડવો, અવિરત વીજ પુરવઠો જળવાય તે અંગેની વ્યવસ્થા, જિલ્લા પંચાયતનો આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તથા ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અદ્યતન કરવા , જિલ્લામાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં તકેદારી બાબતે, આપત્તિ સમયે પ્રસાર પ્રસાર માધ્યમોથી લોકોને જાગૃત, સચેત રાખવા, સાવચેતીના સૂચનો વગેરે મીડીયા માધ્યમોથી પ્રસારીત કરવા, જો પુરની સ્થિતિ સર્જાય તો લોકોના સ્થળાંતરની શાળાની માહિતી, લોકોની રહેવા, જમવાની વ્યવસ્થા કરવી તેમજ અસરગ્રસ્તોને તકલીફ ના પડે તેની વ્યવસ્થા, જેસીબી, ટ્રક, સરકારી વાહનોની સ્થિતિ, કામદારોની વિગતો, ગ્રામ પંચાયત કક્ષાએ આફતની સ્થિતિ વ્યવસ્થા અંગે વરસાદ માપક યંત્રની કાર્યક્ષમતા ચકાસણી, સંબંધિત વિભાગે કંપનીઓમાં કામ કરતા કામદારોની માહિતી તથા વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરવા, તમામ તાલુકા કક્ષાએ પ્રિમોન્સુન બેઠકનું આયોજન કરવા, DDMP, TDMP, VDMP અદ્યતન કરી SDRN પોર્ટલ પર અપડેટ કરવા તેમજ કોઇ ઘટના બનતા લાયઝન અધિકારીશ્રીઓએ, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ પ્રથમ જાણકારી જિલ્લા કન્ટ્રોલ રૂમ નં.૦૨૮૩૨-૨૫૨૩૪૭ તથા કચ્છ ડીઝાસ્ટર મેનેજમેન્ટ વોટસએપ ગ્રુપમાં કરવા સૂચના અપાઇ હતી. આ સાથે ગ્રામ્ય કક્ષાએ આફતની પરિસ્થિતને પહોંચી વળવા તથા બચાવ કામગીરી કરી શકે તેવા સ્થાનિક વ્યક્તિઓ તથા તરવૈયાઓના નામ, સંપર્ક યાદી બનાવવા ખાસ સુચના આપવામાં આવી હતી.

કલેકટરશ્રી અમિત અરોરા અને નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયાએ સબંધિત સર્વેને સૂચનો માર્ગદર્શન આપ્યું હતું તેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. પ્રજાપતિએ પણ માહિતી પુરી પાડી હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ જિલ્લામાં ખાસ જાહેર સ્થળે કે રસ્તા પર લાગેલા હોર્ડીંગ્સની મજબુતાઇ અંગે ચકાસણી કરવા કે જોખમી હોર્ડીંગ્સને ઉતારી લેવા, જિલ્લામાં પાણી પુરી પાડતી વ્યવસ્થામાં ઝીરો લીકેજ કરવા, ગેરકાયદે કનેકશન બંધ કરાવવા, ખાસ કરીને શહેર અને ગામમાં ગટર તથા પાણીના વહેણ સહિતની સફાઇ કરાવવા, નદીઓના વહેણમાં અવરોધો દુર કરવા, પાણીના વહેણ પરના દબાણો હટાવવા, શહેર કે ગામમાં વરસાદ બાદ ભરાતા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ શહેરોમાં ખોદવામાં આવતી લાઇનોના કામોની ચકાસણી કરીને તે ચોમાસામાં જોખમી ન બને તે જોવા તાકીદ કરી હતી. ઉપરાંત ખુલ્લા વીજવાયરો દુરસ્ત કરવા તેમજ પાણીના નિકાલ માટે ખોલવામાં આવતા ગટરના ઢાંકણા ત્વરીત બંધ થાય તે દિશામાં વ્યવસ્થા ઉભી કરવા ખાસ સુચના આપી હતી. આ ઉપરાંત ફાયર ફાઇટરની ઉપલબ્ધતા ચકાસવા, જજર્રીત મકાનો આઇડેન્ટીફાઇ કરી તેને તોડી પાડવા નોટીસ આપવા, ગ્રામ્ય વિસ્તારમાં ગામદિઠ એક અને નગરપાલિકા વિસ્તારમાં વોર્ડવાઇઝ એક વ્યકિતનો નામ અને સંપર્ક નંબર મેળવી ડિઝાસ્ટર શાખામાં મોકલવા જણાવાયું હતું

આ બેઠકમાં પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભસિંઘ તથા સબંધિત સર્વે કચેરીના અધિકારીશ્રીઓ તેમજ ચોમાસા માટેના લાયઝન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ખાવડાથી 21 કિલોમીટર દૂર 2.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

સરહદી કચ્છ જિલ્લામાં આફ્ટર શોકનો સીલસીલો સતત યથાવત રહ્યો છે. છેલ્લી બે સદીમાં અનેક મોટા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »