Breaking News

આ 3 મહિના રહેશે ગાત્રો થીજવી દે તેવી ઠંડી બાદ હવે ભીષણ ગરમીની આગાહી

હવામાન વૈજ્ઞાનિકોનું માનીએ તો આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી નાખશે. હાલ જે ડેટા સામે આવ્યો છે તેમાં અલ નીનો કલાઈમેટ પેટર્ન આ તરફ જ ઈશારો કરી રહ્યું છે. જો કે વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેના પ્રભાવનું આંકલન કરવું હાલ થોડું જલદી કહી શકાય.

યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના નવા અંદાજા મુજબ જૂન, જુલાઈ અને ઓગસ્ટના ગરમીના મહિનાઓ દરમિયાન અલ નીનોની સ્થિતિ પ્રબળ થવાની લગભગ 50 ટકા શક્યતા છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં 58 ટકા શક્યતા છે. આ બંને જ સંખ્યા સંભાવનાથી વધુ છે. લા નીનાના પ્રભાવના સતત ત્રણ વર્ષ બાદ દુનિયાના ભરના વૈજ્ઞાનિકો અલ નીનો સ્થિતિઓના ઉભરવાનો અંદાજો લગાવી રહ્યા છે. નવા આંકડા મુજબ માર્ચ-એપ્રિલ, મેમાં આમ થવાની સંભાવના ઓછી છે. એપ્રિલ-મે-જૂનમાં લગભગ 15 ટકા અને મે, જૂન જુલાઈમાં લગભગ 37 ટકા સુધી શક્યતા વધે છે.

અલ નીનો (El Nino) પૂર્વ ભૂમધ્યરેખીય પ્રશાંત ક્ષેત્રમાં પાણીના અસમાન્ય રૂપથી ગરમ થવાની તેની વિશેષતા છે. જ્યારે તેનાથી ઉલટુ લા નીના (La Nina) આ ક્ષેત્રમાં અસમાન્ય રીતે ઠંડા પાણીની વિશેષતા છે. આ ઘટનાને ENSO (અલ નીનો દક્ષિણ દોલન) કહે છે અને તેને ભારતમાં ગરમી અને નબળા ચોમાસા સાથે મજબૂત સંબંધ છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ કે આઈએમડીનો પ એનઓએએના સમાન દ્રષ્ટિકોણ છે. લા નીનાની સ્થિતિ નબળી પડી રહી છે. પ્રી મોનસૂન સીઝન દરમિયાન તટસ્થ ENSO સ્થિતિઓની ઉચ્ચ સંભાવના છે. ત્યારબાદ ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ જળવાઈ રહે તેવી 50 ટકા શક્યતા છે.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »