માંડવીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા આર્મી પહોંચી

by JAYENDRA UPADHYAY
0 comments

ગુજરાત પર સ્થિત ડીપ ડિપ્રેશનની સિસ્ટમ આજે અરબ સાગર તરફ આગળ વધી રહી છે. જેથી કચ્છમાં વાવાઝોડાનો ખતરો મંડાઇ રહ્યો છે. માંડવીમાં ભારે વરસાદ બાદ શહેર જળબંબાકાર થઇ ગયુ છે. વાવાઝોડું આવે તે પહેલા જ સેનાએ કચ્છની કમાન સંભાળી છે. ભુજ મિલિટરી સ્ટેશનથી ત્રણ ઓફિસર સહિત 80 જવાનોની ટીમ જોડાઈ છે. ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવા માટે આર્મીની ટીમ પહોંચી છે. આ ઉપરાંત માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં મોબાઈલ નેટવર્કને ભારે અસર થઇ છેમાંડવી તાલુકાના વિસ્તારોમાં આર્મી દ્વારા ફસાયેલ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું તેમજ સલામત સ્થળે સ્થાળાંતર કરવામાં આવ્યા.

You may also like

Leave a Comment