Breaking News

પુરુષોનું વીર્ય શુક્રાણુ ઉત્પન્ન કરતું નથી આ સમસ્યાનો સામનો કેવી રીતે કરી શકાય

પુરુષોનું વીર્ય શુક્રાણુ ઉત્પન્ન કરતું નથી, તે સ્થિતિને એઝોસ્પર્મિયા  કહેવામાં આવે છે. આ સમસ્યા લગભગ એક ટકા પુરુષોમાં થાય છે. તો વંધ્યત્વ પુરુષો  આ સમસ્યા પંદર ટકા સુધી થાય છે. તેને ઓળખવાના કોઈ લક્ષણો નથી. જે લોકો આ સમસ્યાથી પરેશાન હોય છે, તેઓ પોતાના પાર્ટનરને પ્રેગ્નેન્ટ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમને કોઈ સફળતા  મળતી નથી. આ સ્થિતિમાં તમારા અંડકોષમાં શુક્રાણુ નથી બનતા કે પછી કોઈ સમસ્યાના કારણે શરીરમાંથી શુક્રાણુ બહાર નથી આવી શકતા

વધારે ટેન્શન લેવું

શું તમે પણ દરેક વસ્તુ પર ટેન્શન લો છો? આવા પુરુષોએ સાવચેત રહેવું જોઈએ. કારણ કે તણાવને કારણે પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ચિંતા અને તણાવના કારણે સ્પર્મની ક્વોલિટી ઘટી જાય છે. તેથી તમારે હંમેશાં ખુશ રહેવું જોઈએ અને તણાવથી દૂર રહેવું જોઈએ.

મોડી રાત્રે સૂવાની આદત

આજકાલ ઘણા યુવાનો મોડી રાત સુધી સૂતા નથી. આ કારણે તેઓ સ્ટ્રેસ અને ઓબેસિટીની સમસ્યાથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં તે લોકોને સ્પર્મ કાઉન્ટની સમસ્યા થઇ શકે છે. આ સિવાય રાત્રે જાગવાના કારણે તમારું મગજ પણ ડિસ્ટર્બ થાય છે અને તમારી ઇમ્યુનિટી પણ નબળી હોય છે. તેથી, તમારે મોડેથી સૂવાની ટેવ બદલવી જોઈએ.

કસરત જરૂર કરો

જે લોકો કસરત નથી કરતા તેઓ મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન થઈ શકે છે. આપને જણાવી દઇએ કે ઓબેસિટીના કારણે સ્પર્મની મોબિલીટી ધીમી પડી જાય છે. જેની અસર તમારી સેક્સ લાઇફ પર પણ પડી શકે છે. તેથી, તમારે દરરોજ કસરત કરવી જ જોઇએ.

About chanchal bhuj bhuj

Check Also

ભુજમાં નવનિર્મિત આઈકોનિક એસટી બસપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે 20 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »