મકાનનાં પિલર સાથે બાંધી મહિલાને 10 લોકોએ માર્યો ગડદાપાટાનો માર

મહિલાએ બીજા લગ્ન કરતા મળી તાલિબાની સજા મકાનનાં પિલર સાથે બાંધી મહિલાને 10 લોકોએ માર્યો ગડદાપાટાનો માર, તાલીબાની સજાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ

પોલીસે પીડીત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી છે અને આ ઘટનામાં સામેલ તમામ લોકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમરેલી જિલ્લામાં નારીશક્તિ સાથે કમકમાટી ભરી ઘટનાનો મામલો સામે આવતા અમરેલી ડીવાયએસપી એ નિવેદન આપતા જણાવ્યું છે કે, બાબરા તાલુકાના ગળકોટડી ગામની ઘટનાનો ગત દિવસનો આ વીડિયો છે. ભોગ બનનાર મહિલાના ચારેક વર્ષ પહેલા પતિના અકસ્માતે મૃત્યુ થયા બાદ અન્ય લગ્ન કર્યા હતા.

આ ઘટના અંદે અમરેલીના ડીવાયએસપી જે.પી. ભંડેરીએ જણાવ્યું હતું કે, ગત દિવસે ગળકોટડી ગામે પોતાના બાળકો સાથે મહિલા જતા બીજા લગ્નનું મનદુઃખ રાખી ઘટના બની હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી 4 સામે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી 2 લોકોની ધડપકડ કરી 2 લોકોની તપાસ હાથ ધરી છે.

About chanchal bhuj bhuj

Check Also

મણિપુર હાઈકોર્ટના જસ્ટિસ એમ.વી. મુરલીધરનની ટ્રાન્સફરની ભલામણ કલકત્તા હાઈકોર્ટમાં કરવામાં આવી

મણિપુર હાઈકોર્ટના જસ્ટિસ એમ.વી. મુરલીધરનની ટ્રાન્સફરની ભલામણ કલકત્તા હાઈકોર્ટમાં કરવામાં આવી CJI ચંદ્રચુડના નેતૃત્વમાં સુપ્રીમ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »