દાતા પો.સ્ટે. વિસ્તારમાંથી રૂ.૩,૪૯,૮૯૫નો દારૂ/બિયર ઝડપી પાડતી સાયબર ક્રાઇમ પો.સ્ટે. સરહદી વિભાગ, ભુજ

શ્રી જે.આર.મોથાલીયા, પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ, ભુજની દારૂ/ જુગારની પ્રવુતિને નાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે પો.ઇન્સ. શ્રી ટી.આર.ચૌધરી તથા પો.સ.ઇ. શ્રી પી.કે.ઝાલાના માર્ગદર્શન મુજબ દાતા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમીયાન બાતમી હકીકત મેળવી દાતા ત્રીશોલીયા ઘાટ પાસેથી બે અલગ અલગ સ્વીફટ ગાડીઓમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર બોટલ નંગ ૨૦૭૨ કુલ કિ.રૂ.૩,૪૯,૮૯૫/- તથા બન્ને સ્વીફટ ગાડીની કિં.રૂ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ ૧૦,૦૦૦/ મળી કુલ કિ.રૂ ૧૦,૫૯,૮૯૫ના મુદામાલ સાથે બે ઇસમો પકડી પાડી તેઓના વિરુદ્ધમાં દાતા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

હાજર મળી આવેલ આરોપીઓ :-
(૧) હેમેન્દ્રસિંહ બનેસિંહ ભાટી રહે. જોધપુર રાજસ્થાન

(૨) મહેન્દ્રસિંહ ધનુભા ઝાલા રહે.દેથળી તા.બેચરાજી

હાજર મળી ના આવેલ આરોપીઓ :-
(૧) શ્રવણસિંહ ઝાબુડી દારૂના ઠેકાના માલીક ઝાબુડી રાજસ્થાન

(૨) વિનોદસિંધી
(૩) આનંદપાલ ઉર્ફે દિક્ષા સમંદરસિંહ દેવડા રહે. ધાણતા રાજસ્થાન
(૪) પ્રકાશસિંહ ઉર્ફે ભાણો ઉપેન્દ્રસિંહ ઝાલા રહે. કટોસણ જિ. મહેસાણા

કામગીરીમાં જોડાયેલ કર્મચારી:-
(૧) પો.સબ.ઇન્સ. પી.બી. ઝાલા
(૨) એ.એસ.આઇ. નરપતસિંહ શીવુભા
(૩) પો.હેડ કોન્સ. વિઠલભાઇ
(૪) પો.હેડ કોન્સ. સાહીલભાઈ
(૫) પો.કોન્સ. પ્રકાશચંદ્ર અમુતલાલ
(૬) ડા.પો.કોન્સ. બેચરભાઇ મોરી

About JAYENDRA UPADHYAY

Check Also

ખાવડાથી 21 કિલોમીટર દૂર 2.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

સરહદી કચ્છ જિલ્લામાં આફ્ટર શોકનો સીલસીલો સતત યથાવત રહ્યો છે. છેલ્લી બે સદીમાં અનેક મોટા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »