સુરતના પાંડેસરામાં 11 વર્ષની બાળકીને સગા માસાએ બચકાં ભર્યા હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. 11 વર્ષીય બાળકી તેની માતા સાથે માસીના ઘરે કામ અર્થે આવી હતી. ત્યારે એકલતાનો લાભ ઉઠાવી માસા રાજુ ગાયકવાડે દાનત બગાડી હતી.
એકલતાનો લાભ ઉઠાવીને માસાએ બાળકીની છેડતી કરી હોઠ પર ચુંબન કરી બચકાં ભર્યા હતા. પરંતુ સાંજે બાળકીનો હોઠ કાળો પડી ગયો હતો. જેના કારણે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી ગઈ હતી. બીકના કારણે બાળકીએ કોઈને હકીકત જણાવી ન હતી. પરંતુ અઠવાડિયા બાદ બાળકીએ નાનીને ફોન કરીને હકીકત જણાવી હતી. ત્યારબાદ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.