ગુજરાત બાદ હવે 2024 પર AAPની નજર

દિલ્હી મહાનગર પાલિકા ચૂંટણી અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 5 સીટો જીતનારી આમ આદમી પાર્ટી હવે વર્ષ 2024માં યોજાનાર લોકસભાની તૈયારીમાં લાગી ગઈ છે. તેને ધ્યાનમાં રાખી પાર્ટીએ રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવી છે. આ બેઠક 18 ડિસેમ્બરે યોજાશે. રાષ્ટ્રીય પરિષદની આ બેઠકમાં આમ આદમી પાર્ટીના દેશભરના જનપ્રતિનિધિઓ સહિત ઘણા રાજ્યોના નેતા સામેલ થશે.

આ બેઠકમાં વર્ષ 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આમ આદમી પાર્ટીની તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લગભગ 13 ટકા મત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીઓની શ્રેણીમાં સામેલ થવાની છે. પાર્ટી માટે આ સિદ્ધિ ખાસ છે.

About chanchal bhuj bhuj

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »