મે.ડી.જી.પી.સાહેબ ગુજરાત રાજ્ય નાઓએ ગુજરાત રાજ્યમાં આવેલ પોલીસ સ્ટેશનોમાં પડી રહેલ અલગ અલગ હેડ હેઠળના વાહનોનો નિકાલ કરવા આદેશ કરેલ હોઈ.જે અનુસંધાને મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી, મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી, સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી. જે.બી.બુંબડીયા સાહેબ,રા૫૨ સર્કલ રાપર નાઓએ મુદ્દામાલ નિકાલ કરવા અંગે વખતો વખત આપેલ સુચના આધારે લાંબા સમયથી આડેસર પોલીસ સ્ટેશનમાં એમ.વી.એક્ટ -૨૦૭ તથા જી.પી.એક્ટ -૮(૨) મુજબના કામે ટુ વ્હીલર વાહનો કુલ-૧૨૨ પડી રહેલ હોઇ. જેનો નિકાલ કરવા કાયદેસરની પ્રક્રિયા કરી ગુજરાત ભરમાંથી સ્ક્રેપનો વેપાર કરતા તથા વાહન લેવા ઈચ્છા ધરાવતા વેપારીઓને જાહેર હરાજીમાં હાજર રહેવા આમંત્રીત ક૨તા કુલ-૧૯ જેટલા વેપા૨ીઓ હાજર રહેલ.જેમાં મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ,ભચાઉ વિભાગ ભચાઉનાઓ સાથે એમ.ટી.પો.સબ.ઇન્સ.શ્રી પી.એન.જામ સાહેબ તથા અમો હાજ૨ રહી આડેશર પોલીસ સ્ટેશન ખાતે જાહેર હરાજી કરી ઉપરોક્ત વાહનો કુલ-૧૨૨ ની કુલ કિ.રૂ.૧,૬૪,000/- (છ લાખ ચોસઠ હજાર પુરા) તથા જી.એસ.ટી.ના રૂ.૧,૧૯,૫૨૦/- (એક લાખ ઓગણીસ હજાર પાંચસો વીસ રૂપિયા પુરા) એમ કુલ કિ.રૂ.૭,૮૩,૫૨૦/- મેળવી જે તમામ રકમ સરકારશ્રીની તિજોરીમાં જમા કરાવવા તજવીજ હાથ ધરેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …