તમિલનાડુમાં, કોઈમ્બતુર રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) સી વિજયકુમારે આત્મહત્યા કરી. તેમણે સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી. પોલીસના જણાવ્યા અનુસાર, ડીઆઈજી વિજયકુમારે શહેરના રેડ ફિલ્ડ્સમાં બનેલા મકાનમાં સવારે લગભગ 6.15 વાગ્યે જીવનનો અંત આણ્યો હતો.
તેમણે કયા કારણોસર આ પગલું ભર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. તેના સાથીદારોના જણાવ્યા અનુસાર, તેણે કહ્યું હતું કે તે છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં હતા.
45 વર્ષીય વિજયકુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. 2009 બેચના આઈપીએસ અધિકારીએ આ વર્ષે 6 જાન્યુઆરીએ ડીઆઈજી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
આ પહેલા, તેઓ અન્ના નગર, ચેન્નાઈના ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે અને કાંચીપુરમ, કુડ્ડલોર, નાગપટ્ટનમ અને તિરુવરુરના પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત હતા.