અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી કેન્સલ કરાવવા પર મકાન ખરીદનારને GST રિફન્ડ મળશે. આને લગતી નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. નાણા મંત્રાલય ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરશે. GST 2017ના પ્રાવધાનમાં ફેરબદલ કરવા કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવાયો છે. GST રજિસ્ટર્ડ ન હોય તો પણ ઘર ખરીદદારને રિફન્ડ મળશે. ઘર ખરીદનારને સરકાર તરફથી સીધું જ રિફન્ડ મળશે. હાલમાં ક્રેડિટ નોટ જારી કરવાની અવધિ પછી રિફંડ મળતું નથી. આ માટે મકાન ખરીદનારોએ બિલ્ડર કે ઓફિસના ધક્કા ખાવા નહીં પડે. ઘર ખરીદનારોને સીધા નાણા મંત્રાયલ પાસેથી GST રિફન્ડ મળશે. GST પ્રાવધાનમાં ફેરબદલ બાદ ઘર ખરીદનારને સરકારમાંથી રિફન્ડ મળશે.નાણા મંત્રાલય ટૂંક સમયમાં જ વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરશે. આને સરકારની તરફથી ઘર ખરીદનારો માટે મોટી રાહતભર્યું પગલું માનવામાં આવી રહ્યું છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …