હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. માવઠાની આગાહી વચ્ચે ગરમીનો પારો 40ને પાર પહોંચી ગયો છે
અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તારીખ 12 અને 13 દરમિયાન અમદાવાદમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદની સાથે આણંદ, વડોદરા જેવા મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં આજે પણ તાપમાન 40ને પાર જાય તેવી સ્થિતિ સવારથી જોવા મળી રહી છે.