ગ્રહોના દેવ સૂર્ય દેવ 14 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરશે અને 22 એપ્રિલે દેવગુરૂ બૃહસ્પતિ પણ આ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. એવામાં સૂર્ય અને ગુરૂની યુતિથી અમુક રાશિઓના જીવનમાં શુભ અસર જોવા મળશે. પરંતુ તેની વિપરીત અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે.
ગુજરાતમાં 10 તારીખે પડશે કમોસમી વરસાદ,,, 12થી 19 એપ્રિલ સુધી વાતાવરણમાં આવશે પલટો,,, આંધી વંટોળ જેવી અસર વર્તાશે,,,19 એપ્રિલ બાદ તાપમાન 44, 45 ડિગ્રીએ પહોંચવાની છે આગાહી,,, 23 અને 24 તારીખે ફરી માવઠાની આગાહી,
એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો મહિનો પણ સાબિત થશે. 19 એપ્રિલ બાદ તાપમાન 44, 45 ડિગ્રીએ પહોંચવાની આગાહી છે. તેના બાદ 23 અને 24 તારીખે ફરી માવઠાની આગાહી છે.
12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે. 12થી 15 એપ્રિલ સુધી ફરી કમોસમી વરસાદ પડશે. 12થી 15 એપ્રિલમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વંટોળ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ દિવસોમાં આંધી વંટોળ જેવી અસર ગુજરાતના વાતાવરણમાં વર્તાશે.