ઓનલાઈન છેતરપિંડી કરતું કોલ સેન્ટર અને તેમાં કામ કરતા પાંચ સભ્યોની મુંબઇ ખાતેથી ધરપકડ કરતી ગુજરાત સ્ટેટ સાયબર સેલ ગાંધીનગર
વર્તમાન સમયમા વધી રહેલ સાયબર કાઈમના ગુનાઓને નાથવા અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ શ્રી પરીક્ષિતા રાઠોડ નાઓએ કડક અને સઘન કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી ધર્મેદ્ર શર્મા તથા પોલીસ અધિક્ષક શ્રી ભરતસંગ ટાંક સાહેબના સુપરવિઝન હેઠળ સ્ટેટ સાયબર કાઈમ સેલ તમામ પ્રયત્ન કરી રહેલ છે.
સાઇબર ક્રાઇમ સેલ ખાતે મળેલ મ્યુલ બેંક ખાતાઓના આધારે NCAP Portal પર મળેલ અરજીઓની તપાસ કરતા અરજદાર અશોકભાઈ કાંતિભાઇ પટેલ રહે. સુરેન્દ્રનગર બને કલ્યાણી પાટીલ રહે. રાજપીપળા નાઓ સાથે છેતરપીડી થયેલ હોવાનું જણાય આવતા ફરીયાદી પી.એસ.આઈ ટી એમ પંડયા નાઓ દ્વારા શ્રીસરકાર તરફે ફરીયાદ દાખલ કરેલ અને ડી. પો.ઇન્સ. પી.ડી. મકવાણા, તથા પી.સી. વિજવસાઈ એ ખાચર, પી.લી વિજયસિંહ પી. યાવડા, નાઓની ટીમ બનાવી તપાસ કરતા.
ભોગબનનાર ના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવેલ અને પોતાની ઓળખ શેર એનાલીસ્ટ કંપનીના બ્રોકર તરીકે આપી અને શેર બજારમાં પૈસાનું રોકાણ કરવા જણાવી ભોગબનનાર પાસે અલગ અલગ કંપનીના શેરોમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવું કહીને શરૂઆતમા થોડા રૂપીયાનું રોકાણ કરાવેલ જેના બદલામાં ભોગબનનારને વિશ્વાસમાં લેવા માટે રૂપીયા 84,000/- ભોગબનનારના બેંક અકાઉન્ટમાં જમા કરાવેલ ત્યારબાદ ભોગબનનારને અલગ અલગ મોબાઈલ નંબર દ્વારા સંપર્ક કરીને ઓફ લાઇન ટ્રેડીંગ કરવાથી વધુ નફો મળશે તેવું જણાવી કુલ રૂપીયા ૯,૫૦,૦૦૦/- રોકાણ કરાવી તેમજ ભોગબનનારને વધારે રૂપીયા ભરવા માટે દબાણ કરી રોકાણના નાણા પરત નહી આપી છેતરપીડી કરેલ હોય જે આરોપીઓના મોબાઇલ નંબરો આધારે એનાલીસીસ કરી મોબાઇલ નંબરના લોકેશન આધારે મુંબઇ ખાતે આરોપીઓના ફલેટ પર રેડ કરવામાં આવેલ. રેડ દરમ્યાન કરેલ આરોપીઓએ પોતાને આર્થીક લાભ થાય તે હેતુથી ગેરકાયદેસર રીતે ડમી સીમકાર્ડ મેળવી ખોટા નામ ધારણ કરી આમ નાગરીકને કોલ કરીને શેરબજારમાં રોકાણ કરવાના બહાને પૈસા પડાવી લઈ ગુનો કરેલ હોઈ રેડ દરમ્યાન મુળ મહેસાણા જીલ્લાના શેખ મોહમદ જાહીદ અલ્લારખા, શકીલખાન યાકુબખાન ચૌહાણ, ફૈજાન મહમદ ખાલીદ મહમદ ચૌહાણ, મોહમદ જુનેદ અલ્લાઉદીન શેખ, રમીજભાઇ નાશીરભાઇ શિપાઇને પકડી પાડેલ છે.
