Breaking News

ભારતમાં Twitter ડાઉન થયા બાદ ફરી શરૂ : ડેસ્કટૉપ અને એપ યુઝર્સ થયા પરેશાન

ટ્વિટરમાં રવિવારે ખામી સર્જાઈ હતી, જેના કારણે ભારતમાં ટ્વિટરના ડેસ્કટોપ અને એપ યુઝર્સો પરેશાન થયા હતા. જોકે ટ્વિટર ફરી શરૂ થતા યુઝર્સોને હાશકારો થયો છે. ટ્વિટર ડાઉન થતા ડેટા ઉપલબ્ધ ન થતા મોટી સંખ્યામાં લોકોએ કંપનીને રિપોર્ટ કર્યો હતો. બે કલાકથી વધુ સમય સુધી ટ્વિટર ડાઉન થતા યુઝર્સો પરેશાન થયા હતા. ટ્વિટર 6.45 વાગે બંધ થતું હતું તો 8.45 વાગે ફરી શરૂ થઈ જતા યુઝર્સોને હાશકારો થયો હતો.

રવિવારે સાંજે 6.45 વાગ્યાથી ટ્વિટર ડાઉન થયું હતું. આ ખામી અંગે 15 મિનિટની અંદર હજારો લોકોએ રિપોર્ટ કર્યો હતો. ટ્વિટર ડાઉન થવાના કારણે લોકોને લોગિન કરવાથી લઈને ડેટા ડાઉનલોડ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આવી સમસ્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મોબાઇલ વર્જનમાં જોવા મળી નથી.

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »