155 વિજેતા ઉમેદવાર માત્ર એક એવા ઉમેદવાર જે નગરાસણથી કમલમ બસમાં પહોંચ્યા

કડી વિધાનસભા બેઠક પર ભાજપમાંથી ઉમેદવારી કરી અને વિજેતા બનેલા ઉમેદવાર કરશન સોલંકી હતા. કરસન સોલંકી એક જન પ્રતિનિધિ તરીકે તેમની પાસે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં, સામાન્ય માણસ બનવાનું પસંદ કરે છે અને અન્ય સામાન્ય માણસની જેમ સુવિધાઓનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં, કડીના રહેવાસીઓ માટે કરસન સોલંકીના બસમાં અથવા મોટાભાગે કોઈ જગ્યાએ ચાલતા જતા જોવાનું સામાન્ય દ્રશ્ય છે.

65 વર્ષની ઉંમરના વિજેતા એવા એક વૃદ્ધ ઉમેદવાર કમલમ ખાતે ચાલતા આવ્યા અને કમલમમાં પ્રવેશ્યા.

કડી વિધાનસભા બેઠકના ભાજપના વિજેતા ઉમેદવાર કરશન સોલંકીએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હું આજે નગરાસણથી કડી, કડીથી સાબરમતી અને સાબરમતીથી કમલમ ખાતે બસમાં આવ્યો છું. સવા બે કલાકમાં હું અહીં સુધી પહોંચ્યો છું. મને ગાડી કે ટુ વ્હીલ આવડતું નથી. હું ગાંધીવાદી વિચારધારા ધરાવું છું. મારો પગાર સેવામાં જ જાય છે.

About chanchal bhuj bhuj

Check Also

અમરેલીમાં લોકસભાના મતદાન બાદ નારણ કાછડીયાએ ઠાલવ્યો બળાપો

સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ પહેલી વખત ભાજપના ભરતી મેળાને લઇ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »