17 વર્ષ બાદ SCએ ગોધરા કાંડના દોષિતને જામીન આપ્યા

27 ફેબ્રુઆરી 2002ના રોજ પંચમહાલના ગોધરા સ્ટેશન પર હિંસક ટોળાંએ કરેલા હુમલામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગ લગાવી દેવાઇ હતી. જેમાં અનેકના મોત નિપજ્યાં હતા. જેમાં મોટા ભાગના કારસેવક હતા કે જેઓ અયોધ્યાથી પરત આવી રહ્યાં હતા. ત્યારે આ કેસમાં દોષિત ફારૂક પર પથ્થરમારો તેમજ હત્યાનો કેસ સાબિત થયો હતો. આ કેસમાં છેલ્લા 17 વર્ષથી જેલમાં રહેતા ફારૂકને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દોષિત ફારૂક 2004થી જેલમાં છે. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે. આથી તેને જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવે છે.

જામીનનો વિરોધ કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ‘તે સૌથી જઘન્ય અપરાધો પૈકીનો એક હતો. લોકોને બોગીઓમાં બંધ કરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. સામાન્ય સંજોગોમાં પથ્થરમારો ઓછો ગંભીર ગુનો હોઈ શકે છે, પરંતુ આ એક અલગ જ પ્રકારનો ગંભીર ગુનો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ ક્રિસમસની રજાઓ બાદ જાન્યુઆરીમાં બાકી બચેલા કેસમાં બાકીના 17 દોષિતોની અપીલ પર સુનાવણી કરશે.

About JAYENDRA UPADHYAY

Check Also

આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે આગામી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »