ભુજના ધાણેટી નજીક અકસ્માતમાં મહીલા પોલીસકર્મી અને પતિનું મોત

ભુજના દાણેટી નજીક આજે શનિવાર બપોરે અકસ્માત સર્જાયો હતો. ધાણેટીના વાધેશ્વરી પેટ્રોલપંપ નજીક સર્જાયેલા અકસ્માતમાં મૂળ ગીર સોમનાથના હિંમત રામા જાધવ ઉં.27 અને નખત્રાણા પોલીસમાં એએસઆઈ તાલીમી
ફરજ બજાવતા વૈશાલી નરેન્દ્ર રાઠોડ ઉં.28ના મોત થયા હતા. બન્ને એક્ટીવા પર કબરાઉ મોગલધામ દર્શને ગયા હતા, ત્યાંથી પરત નખત્રાણા તરફ ફરતા હતા ત્યારે ટ્રક નંબર GJ12 BX 3838એ ટક્કર મારતા બન્નેનુ ગંભીર
ઇજાઓના કારણે મોત થયુ હતુ. અકસ્માત અંગે પધ્ધર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મૃત્ક બન્નેના ગત જાન્યુઆરી મહિનામાજ લગ્ન થયા હતા. હતભાગી વૈશાલી રાઠોડ નખત્રાણા પોલીસમાં 14
દિવસ માટે પ્રોબેશનરી એએસઆઇ તરીકે ફરજ નિભાવતા હતા. પધ્ધર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?