ગુથલીખોર કોન્ટ્રાક્ટના માણસોની હાજરી ન મળી આવતા ત્રણ મહિના માટે પેમેન્ટ અટકાવ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારેસન દ્વારા શહેરના તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સૂત્રો મુજબ એક મહિનાની તપાસના અંતે 220 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર કોન્ટ્રાક્ટના માણસોની ગેરહાજરી કે ઓછા માણસો મળી આવતા ત્રણ મહિનાનું પેમેન્ટ અટકાવવાનો આદેશ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. 3.96 કરોડ જેટલી રકમ હવે કોન્ટ્રાક્ટરોને હાલ ચૂકવવામાં નહિ આવે.
મ્યુનિ. કમિશનરે તત્કાલ વિજીલન્સ વિભાગને બોલાવી શહેરના તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર તપાસ કરવા આદેશ આપ્યો હતો. એક મહિનાની તપાસમાં મોટાભાગના વોટર સ્ટેશનમાં કર્મચારીઓ હાજર નહી હોવાનુ જણાયું હતું. જે અંગેનો વિગતવાર અહેવાલ કમિશનર સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.

About chanchal bhuj bhuj

Check Also

કોંગ્રેસ 50 બેઠક સુધી સીમિત રહેશે – ઓડિશામાં PM મોદી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં કંધમાલ લોકસભા બેઠકની ફૂલબનીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે, રાજ્યમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »