Breaking News

વીજકર્મચારી પર હુમલો કરનારા ગ્રાહકે લાઈટ બિલ ભરી દીધું હશે તો પણ તેના વીજ કનેક્શનની આખી સર્વિસ ઉતારી લેવાશે

વીજગ્રાહક વીજકર્મી ઉપર હુમલો કરશે તેની સામે પોલીસ ફરિયાદ તો થશે જ પરંતુ તેના વીજ કનેક્શનની આખી સર્વિસ લાઈન તે ગ્રાહકે બિલ ભર્યું હશે તો પણ પીજીવીસીએલ ઉતારી લેશે.
આ પ્રકારના કેસમાં પીજીવીસીએલ કડક પગલાં લે છે.
બિલ નહીં ભરનાર ગ્રાહક પાસે વીજકર્મી આવે અને તેની ઉપર હુમલો થાય કે પાવર ચેકિંગમાં ગયેલી ટીમ ઉપર હુમલો કરવામાં આવે તો તે ગ્રાહકે હુમલો કર્યા બાદ વીજબિલ ભરપાઈ કરી દીધું હશે તો પણ તેના કનેક્શનની સર્વિસ લાઈન ઉતારી લઇ કડક કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પાવર ચેકિંગમાં ગયેલી પીજીવીસીએલની ટીમ ઉપર અવારનવાર હુમલાઓ થતા હોય છે જેમાં અનેક વીજકર્મીઓ ઘાયલ થતા હોય છે.

હુમલો કરનાર ગ્રાહક સામે પોલીસ ફરિયાદ તો કરવામાં આવે જ છે પરંતુ હવે પોતાના કર્મચારીઓ ઉપર હુમલો કરનાર સામે હવે પીજીવીસીએલ આકરું વલણ દાખવશે અને તે ગ્રાહકના કનેક્શનની આખી સર્વિસ લાઈન જ ઉતારી લેવાશે. પીજીવીસીએલમાં આ પ્રકારની કાર્યવાહી મોટેભાગે ક્યારેય કરવામાં આવી નથી.

About chanchal bhuj bhuj

Check Also

આવતીકાલે ધો-12 અને ગુજકેટનું પરિણામ:સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇને મોટા સમાચાર સામે આવ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »