ગાંધીનગર,બુધવાર
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૯ અને ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ટેક મહિન્દ્રા લીમીટેડ ૧૯મા માળે ક્યુસી બિલ્ડીંગ,ગીફ્ટ સીટી ગાંધીનગર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કસ્ટમર સપોર્ટ એક્ઝીક્યુટીવનિઓ જગ્યા માટે દર્શાવેલી લાયકાત મુજબ ૧૨ પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઇ શકશે. રોજગારવાન્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો મળી રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર રોજગાર ભરતીમેળા અંગે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આ ભરતી મેળાનું આયોજન થનાર છે. ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના તમામ રોજગારવાન્છુ ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
