કોરોના વાયરસને લઈ ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સિંગાપોર બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસ KP.1 અને KP.2ના નવા કેસ સામે આવી રહ્યા છે. વિગતો મુજબ દેશના વિવિધ રાજ્યોમાં 300 થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કુલ 290 લોકો KP.2 અને 34 KP.1 થી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ બે સબ-વેરિઅન્ટ્સને કારણે સિંગાપોરમાં ચેપના કેસમાં વધારો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને JN1 વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ છે જે હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર રીતે બીમાર થવાના કેસ સાથે સંબંધિત નથી. તેથી આ પ્રકારથી ચેપ લાગવાની ચિંતા કરવાની જરૂર નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર INSACOG કોરોનાના વધતા કેસોને લઈને સંવેદનશીલ છે અને જો નવા પ્રકારોના કેસ સામે આવે તો તેનો સામનો કરી શકે છે. INSACOG અનુસાર દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં KP.1 ચેપના કુલ 34 કેસ જોવા મળ્યા છે. જેમાંથી 23 કેસ એકલા પશ્ચિમ બંગાળમાં નોંધાયા હતા. આ સાથે ગોવા, હરિયાણા અને ઉત્તરાખંડમાં આ ચેપનો એક-એક કેસ નોંધાયો છે. જ્યારે ગુજરાત અને રાજસ્થાનમાં 2-2 કેસ મળી આવ્યા છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …