આગામી યોગ દિવસ નિમિત્તે
લોકોના માનસિક શારીરિક સ્વાસ્થ માટે અગામી 21 જૂન 2024 વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં લોકો બહોળી સંખ્યામાં જોડાય તેનો પ્રચાર પ્રસાર થાય એ આશયે રાપર શહેર ના કોર્ટ પરિસરથી યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાત યોગ બોર્ડની પ્રેરણાથી પટેલ કન્યા છાત્રાલય રાપરની છાત્રાઓ,સંસ્કાર લક્ષ્મી કન્યા છાત્રાલય ની છાત્રાઓ તથા શહેરના નગરજનો સાથે વિશાળ યોગ રેલીને ન્યાય મંદિરના પરિસરમાં કેળવણીકાર રમેશ સંઘવીએ પ્રેરક ઉદબોધનમાં યોગનો સમાજ ના વિશાળ હિતમાં કેવી જરૂરાયત છે તથા મન,શરીર અને આત્માનું મિલન એટલે જ યોગ એ વાતને વણી સાથે યોગ ,આસન , પ્રાણાયામના મહત્વની પ્રેરક વાત કરી સાથે પ્રિન્સિપલ સિવિલ જજ સન્યાલ સાહેબે પ્રેરક ઉદબોધન કર્યુ. આ સમયે મહેશભા ગઢવી,જ્યોતિબેન સંઘવી,સરસ્વતી કન્યા વિદ્યાલયના દિનાબેન સોલંકી, પ્રવિણભાઈ , નરેન્દ્રભાઈ પટેલ, ભરતભાઈ ઠાકોર,હસુભાઈ ઠક્કર, વિનોદભાઈ દોશી,સુષ્માબેન મોરબિયા ,મોંઘીબેન તથા વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો. કન્યાઓની વિશાળ રેલી ને રમેશ સંઘવી તથા સંન્યાલ સાહેબે લીલી ઝંડી સાથે પ્રસ્થાન કરાવી શુભેચ્છા પાઠવી બેનરો અને પ્રેરક સૂત્રોચાર સાથે ન્યાય મંદિરથી નીકળેલી આ રેલી રાપર શહેરના વિવિધ વિસ્તારોને આવરી લેતી રેલી દેનાબેંક ચોક,સેલારી નાકા,ભૂતિયા કોઠા,આથમણા નાકા થઈ સ્વામિનારાયણ મંદિરે પરત ફરી હતી આ રેલીને સફળ બનાવવા મહેશ સોલંકી, અંજુબેન,નરેશભાઈ,પ્રીતિબેન, યશ્વીબેન,ધારાબેન,નિકુંજભાઈ, કૃતિબેને ભારે જહેમત ઉઠાવી .તેમજ પોલીસ સુરક્ષાની કામગીરી ખૂબ જ પ્રસંશનીય રહી હતી પટેલ કન્યા છાત્રાલયના ગૃહમાતા રિન્કલબેન તથા સ્ટાફે તેમજ સંસ્કાર લક્ષ્મી કન્યા છાત્રાલયના ગૃહમાતા રમીલાબેન ઠાકોર યોગના આ યજ્ઞમાં આહૂતિ આપી રેલીને સફળ બનાવી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …