ગુજરાતમાં દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ સતત વધતી જ જઈ રહી છે. અવારનવાર મળી આવતા ડ્રગ્સના પેકેટ દર્શાવે છે કે, ગુજરાતમાં આવા માદક પદાર્થની ફેરફેર વધી રહી છે. આ સાથે કચ્છના દરિયાઈ સીમામાંથી માદક દ્રવ્યોનો જથ્થો મળી આવવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. આજે સવારે BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા છે.BSFના જવાનોને ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક સપ્તાહમાં BSFએ 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. ઉપરાંત BSFના જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ જ છે અને હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પૅકેટ મળી આવવાની સંભાવના છે.હાલમાં દરિયામાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ફેંકી દેવાયેલ ડ્રગ્સના પકેટો મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમામાંથી મળી આવે છે. આ સાથે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ છેલ્લા 12 દિવસથી સતત પેટ્રોલિંગ કરી રહી છે અને કચ્છના જુદા જુદા દરિયાકાંઠા પરથી આ ડ્રગ્સ મળી આવી રહ્યું છે. આજે મળેલા ડ્રગ્સના જથ્થા અંગે BSF દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …