Breaking News

હાર્ટ અટેક વિશે હવે પહેલાથી આપને ખબર પડી જશે

તાજેતરના અધ્યયનમાં સામે આવ્યું છે કે, કોરોનરી હાર્ટ ડિઝિઝ અને હાર્ટ અટેકમાં એક જ જીન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કે, વૈજ્ઞાનિકોએ એક એવા જીનની શોધ કરી છે, જે હાર્ટ અટેક માટે જવાબદાર માનવામાં આવે છે. આ જીનની શોધ બાદ આ જીનને દબાવવા માટે તેની અસરને પ્રભાવી રીતે નિષ્ક્રિય કરવા માટે ભવિષ્યમાં દવા બનાવી શકે છે.

એચટીકી ન્યૂઝ મુજબ આ અધ્યયન ન્યૂયોર્કના ઈકાન સ્કૂલ ઓફ મેડિસીનમાં કાર્ડિયાક રિસર્ચ ઈંસ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે. આ અધ્યયનના સર્કુલેશન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. અધ્યયનમાં દાવો કર્યો છે કે, આ શોધ બાદ હાર્ટ ડિઝિઝથી બચવા માટે નવી દવા બનાવી શકે છે. મુખ્ય શોધકર્તા જેસન કોવાસિકે જણાવ્યું છે કે, આ અધ્યયને હાર્ટ ડિઝિઝને કાબૂમાં કરવા માટે ત્રણ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, અમને આ પહેલી વાર ખબર પડી કે, હાર્ટ ડિઝિઝ માટે કયું ખાસ જીન જવાબદાર હોય છે. આ ઉપરાંત તે લિવરમાં પણ હોય છે અને જે કોલેસ્ટ્રોલ લેવલને વધારી દે છે.

પ્રોફેસર કોવાસિકે કહ્યું કે, ત્રીજી સૌથી મોટી સફળતા એ રહી કે, આ જીનને રેકિંગ કરવા માટે સફળતા મળી છે. આ કુલ 162 જીન છે, જેને પ્રાથમિકતા માટે ક્રમમાં રાખ્યા છે અને આ કોરોનરી હાર્ટ ડિઝિઝ માટે જવાબદાર હોય છે. આ યાદીમાં ઓળખવામાં આવેલા અમુક ટોચના જીનો વાસ્તવમાં પહેલા પણ હાર્ટ અટેકના સંદર્ભમાં અધ્યયન નથી કર્યા. આ નવા મહત્વપૂર્ણ જીનોને શોધવા હકીકતમાં રોમાંચક છે, પણ એક હકીકતમાં પડકાર પણ છે. કારણ કે, હજૂ સુધી કોઈ નથી જાણતું કે તેમા કેટલાય કોરોનરી ડિજિજ અથવા હાર્ટ અટેકનું કારણ બને છે.

About chanchal bhuj bhuj

Check Also

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »