અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન 7 દિવસ વધારવાની કરી માગ, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં સીએમ કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર CM કેજરીવાલને PET-CT સ્કેન તેમજ અન્ય ઘણા ટેસ્ટ કરાવવા પડશે. તેથી તેમણે તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો છે.

નોંધનિય છે કે, 10 મેના રોજ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન મળ્યા હતા. વચગાળાના જામીનનો આદેશ પસાર કરતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ ઘટના છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, આગામી 5 વર્ષ માટે આ દેશની સરકારને ચૂંટવા માટે કરોડો મતદારો પોતાનો મત આપશે. સામાન્ય ચૂંટણીઓ લોકશાહીને જીવંતતા પ્રદાન કરે છે. તેના મહત્વને ધ્યાનમાં રાખીને જામીન આપવાથી રાજકારણીઓને આ દેશના સામાન્ય નાગરિકોની સરખામણીમાં ફાયદાકારક સ્થિતિમાં હોવાનો લાભ મળશે તેવી ફરિયાદ પક્ષની દલીલ ફગાવી દેવામાં આવે છે.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?