દ્વારકામાં સુદર્શન સેતુ બ્રિજનું બાંધકામ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિજના નિર્માણનો હેતુ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી કરતા શ્રદ્ધાળુઓને સરળ સુવિધા પૂરી પાડવાનો છે. 2.32 કિમી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ દેશમાં તેના પ્રકારનો સૌથી લાંબો છે.
આ પુલના કારણે દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી કરતા યાત્રિકોનો સમય તો બચશે જ, સાથે સાથે યાત્રિકોને બેટ દ્વારકા જવા માટે હોડી પર નિર્ભર રહેવું પડશે નહીં. સુદર્શન સેતુની બંને બાજુએ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકો અને ભગવાન કૃષ્ણની છબીઓથી સુશોભિત ફૂટપાથ પણ બનાવવામાં આવ્યું છે.