રાજકોટમાં લોકોને ક્રિકેટ રમતા આવી રહ્યું છે મોત, વધુ એક શખ્સે ગ્રાઉન્ડ પર દમ તોડ્યો

રાજકોટમાં રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. 45 વર્ષીય મયુર મકવાણા નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. રવિવાર હોવાથી તેઓ મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારે રાજકોટમાં આ રીતે મોતના કિસ્સા વધી રહ્યાં છે. રાજકોટ શહેરમાં કુલ ક્રિકેટ રમતા પાંચ અને ફૂટબોલ રમતા એક સહિત કુલ સાત લોકોના મૃત્યુ નિપજ્યા છે.

રાજકોટમાં આ પહેલા પણ આવી જ ઘટનામાં 4 યુવકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા. પહેલા તો યુવાનોને હાર્ટ એટેક આવતા હતા, પરંતું હવે તે આધેડ ઉમરના લોકોને હાર્ટએટેક આવી રહ્યાં છે. બે દિવસ અગાઉ એક યુવાન કુદરતી હાજતે ગયો ત્યારે તેનું એટેકથી મૃત્યુ નિપજ્યું.

About chanchal bhuj bhuj

Check Also

દાહોદ મનરેગા કૌભાંડ : મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ

ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. મનરેગામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?