પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમા નાના મોટા વાહનચાલકો વાહન વ્યવહારના નિયમનું પાલન કરે તે હેતુસર પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાંઇવ યોજાઈ હતી. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારની મળેલી સુચના અંતર્ગત રાપર પીઆઈ જે બી.બુબડીયા પીએસઆઇ, આરઆર આમલીયાર તથા ટ્રાફિક પોલીસ સ્ટાફ તથા ટીઆરબીના જવાનો સાથે મળીને ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી. શહેરના દેનાબેંક ચોક, સલારીનાકા, એસટી બસ સ્ટેન્ડ, પ્રાગપર ચોકડી, ગુરુકુળ રોડ, ત્રંબૌ ચોકડી સહિતના વિસ્તારોમાં વાહન તપાસ કામગીરી કરવામાં આવી હતી.પોલીસની વાહન તપાસ કામગીરી દરમિયાન આડેધડ પાર્ક કરી ટ્રાફિક જામ કરતા વાહન ચાલકો, વગર લાયસન્સે ચલાવી રહેલા ચાલકો અને કાળા રંગની પિક્ચર લગાવી ફરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામા આવી હતી. આ કાર્યવાહીમાં 18 એન.સી કેસ, રૂ. 6200 સ્થળ પર રોકડ દંડ વસૂલવામાં આવ્યો હતો. 5 કાળા રંગની પિક્ચર લગાવેલ કાર ડિટેઇન કરાઈ હતી. 20 સામે રૂ. 37 હજાર 600નો આરટીઓ દંડ ફટકાર્યો હતો. રાપર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવતાં અનેક બેનંબરી વાહન ચાલકોમા ફફડાટ વ્યાપી ગયો હતો.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …