સાબરકાંઠાના પરિવારને હરિયાણાના બહાદુરગઢમાં અકસ્માત: 2નાં મોત, 10 લોકો ઈજાગ્રસ્ત
JAYENDRA UPADHYAY
October 18, 2023
OUR GUJARAT NEWS
82 Views
વર્તમાનમાં રોડ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ફરી એકવાર કમકમાટી ભર્યા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાના પરિવારને હરિયાણાના બહાદુરગઢમાં અકસ્માત નડ્યો છે. કે.એમ.પી એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને ક્રૂઝર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈડરના વણઝારા પરિવારના 2 વ્યક્તિના મોત થયા છે. હરિયાણાના બહાદુરગઢમાં સર્જાયેલા અકસ્માતમાં સાબરકાંઠાના પરિવારના બે સભ્યોના મોત થયા છે. ગમખ્વાર અકસ્માતમાં સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત થયું છે તેમજ અકસ્માતમાં 10 વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.