જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તા.૧૯/૧૦/૨૦૨૩ થી તા.૨૦/૧૦/૨૦૨૩ના રોજ બે દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે.
તેઓ તા.૧૯મીએ સવારે ૧૦ કલાકે સર્કિટ હાઉસ ભુજ મધ્યે કચ્છ ઝોનના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૪ કલાકે સર્કિટ હાઉસ ભુજ ખાતે કચ્છ ઝોનના સિંચાઇ વિભાગના અધિકારીશ્રીઓ સાથેની બેઠકમાં હાજરી આપશે. સાંજે ૧૭ કલાકે પાણી પુરવઠા હેડ વર્કસ, લાખોંદ, તા.ભુજ મધ્યે બન્ની જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લેશે. સાંજે ૧૮ કલાકે રૂદ્રમાતા ડેમ, સરસપુર તા.ભુજ ખાતે રૂદ્રમાતા ડેમની મુલાકાત લેશે.
મંત્રીશ્રી ૨૦મીએ સવારે ૧૦ કલાકે મોટી ભુજપુર તા.મુન્દ્રા ખાતે મુન્દ્રા જૂથ પાણી પુરવઠા યોજનાના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૧૨ કલાકે તલવાણા તા.માંડવી ખાતે માંડવી-૧૧ પાણી પુરવઠા જૂથ સુધારણાના કામોની મુલાકાત લેશે. બપોરે ૧૪ કલાકે ડોણ, તા.માંડવી ખાતે ડોણ સિંચાઇ યોજના ખાતે રીસ્ટોરેશનની કામગીરીની મુલાકાત લેશે. બપોરે ૧૪.૪૫ કલાકે રાજડા તા.માંડવી ખાતે રાજડા સિંચાઇ યોજના ખાતે રીસ્ટોરેશનની કામગીરીની મુલાકાત લેશે. સાંજે ૧૬ કલાકે ગઢશીશા તા.માંડવી મુકામે સિંચાઇ યોજનાના ચેકડેમની મુલાકાત લેશે. સાંજે ૧૭ કલાકે વડવા ભોપાવાલા ગામ પાસે, તા.નખત્રાણા મુકામે માંડવી-૩ પાણી પુરવઠા જૂથ સુધારણાના કામોની મુલાકાત લેશે. સાંજે ૧૮ કલાકે ખત્રી તળાવ, તા.ભુજ મધ્યે ભુજ પાણી પુરવઠા જૂથ સુધારણાના કામોની મુલાકાત લેશે.
