ભચાઉ નજીક સામખીયાળી ધોરીમાર્ગ પરના કેસરીગઢ નજીક ગત રાત્રે એક સફેદ કલરની કાર અચાનક કોઈ કારણોસર સળગી ઉઠી હતી.ફાયર ફાયટરે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આગ ઉપર પાણીનો મારો ચલાવી અડધો કલાકની જહેમતના અંતે આગને કાબુમાં મેળવી હતી. સદભાગ્યે આ બનાવમાં જાનહાની ટળી હતી.ઘટના અંગેની જાણ ભચાઉ સુધારાઈ હસ્તકના ફાયર વિભાગને થતા સ્ટાફના પ્રવીણ દાફડા, કુલદીપ ગઢેર, શક્તિસિંહ સોઢા વગેરેએ ગત રાત્રિના 11 વાગ્યાના અરસામાં કારમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી અને કારમાં વધું નુકશાની અટકાવી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …