15 દિવસમાં પોલીસે 9612 કેસ નોંધી રૂ.30 લાખનો દંડ વસૂલ્યો

ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ શહેર પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે. પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો તોડનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો મોડી રાત્રે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. SG હાઈવે સહિત 250 નાકાબંધી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ પોઈન્ટ પર રોજ રાત્રે વાહન ચેકિંગ થાય છે.

શહેર પોલીસે 15 દિવસમાં જ ટ્રાફિકના 9612 કેસ નોંધી કાર્યવાહી કરી છે. તો 15 દિવસમાં પોલીસે 9612 કેસ નોંધી રૂ.30 લાખનો દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત પોલીસે 15 દિવસમાં ઓવરસ્પીડના 900 કેસ નોંધ્યા છે. નોંધનીય વાત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 47 કેસ નોંધ્યા છે. સાથે જ નિયમોના ભંગ બદલ ટ્રાફિક પોલીસે 5 હજાર વાહનો જપ્ત કર્યા છે. એટલું જ નહીં અમદાવાદ પોલીસે ભયજનક ડ્રાઈવિંગના 580 કેસ નોંધ્યા છે

 

About chanchal bhuj bhuj

Check Also

આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે આગામી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »