ગાંધીનગર
ગાંધીનગર જીલ્લાના સેક્ટર-૨૧, સેક્ટર-૭ તથા દહેગામ પો.સ્ટે તેમજ અરવલ્લી જીલ્લાના મોડાસા પો.સ્ટે.મા નોંધાયેલ એક્ટીવા ચોરીના કુલ-૬ ગુનાઓનો ભેદ ઉકેલી રીઢા ગેંગ લીડર સહીત ચાર ઇસમોને ગાંધીનગર ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડેલ છે.
આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીનગર શહેર વિસ્તારમાં વાહન ચોરીના બનાવો વધી જવા પામેલ હતા ત્યારે પોલીસ દ્વારા વાહનચોરીના બનાવો શોધી કાઢવા માટે ઇ-ગુજકોપ તથા પોકેટકોપનો ઉપયોગ કરીને વાહનચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ગાંધીનગર એલસીબી-2ના અધીકારીઓને બાતમી મળી હતી કે બે કાળા કલરની નંબર પ્લેટ વગરની એક્ટીવા ઉપર ચાર ઇસમો ચિલોડા તરફથી પેથાપુર તરફ જનાર છે અને તેઓ પાસેના બંન્ને એક્ટીવા શંકાસ્પદ છે અને તેઓ સસ્તામાં વેચવા માટે ફરે છે જે હકીકતના આધારે પોલીસે પેથાપુર તરફ જતા ત્રણ રસ્તા ખાતે નાકાબંધી વોચ ગોઠવીને આ ઇસમોને કોર્ડન કરીને પકડી પાડ્યા હતા જેમની ઘનિષ્ઠ પુછપરછમાં જીલ્લા તેમજ આંતરજીલ્લામાં તેમણે અનેક વાહનચોરીની કબુલાત કરી હતી.પકડાયેલા શખ્સોમાં સાહીલ ઉર્ફે દાદા દાઉદભાઇ શેક.રે.જહીરાબાદ, સેજાન અબ્દુલભાઇ શેખ, રે.જહીરાબાદ, સાહીલ ઉર્ફે એસ.કે. રે.વિસનગર, મહંમદ રીઝવાન ઉર્ફે છોટુ રે.જહીરાબાદની પોલીસે ધરપકડ કરેલ છે.પોલીસે સેક્ટર -7, દહેગામ, મોડાસા અરવલ્લી, સેક્ટરપાર્ટએ માંથી ચોરી થયેલા કુલ ત્રણ લાખની કીંમતના વાહનોની રીકવરી કરેલ છે.આરોપીઓ પાસેથી પોલીસે ચોરી કરેલા છ ટુ વ્હીલર ઉપરાંત ચોરીઓ કરવામાં ઉપયોગમાં લીધેલા અન્ય વાહનો મળીને કુલ 9 વાહનો કબ્જે કરેલ છે.
સાહીલ ઉર્ફે દાદા ગેંગલીડર
આ ગુનામાં પકડાયેલ આરોપી સાહીલ ઉર્ફે દાદા દાઉદભાઇ શેખ રે.હિંમતનગર વાળો આ ગેંગનો મુખ્ય સુત્રધાર છે અને તે સહઆરોપીઓ સાથે આવા વિસ્તારમાં ફરી સ્ટેયરીંગ લોક વગરના એક્ટીવા જોઇ તે એક્ટીવાને પોતે લઇ આવેલા એક્ટીવાથી સહ આરોપી મારફતે ધક્કો મરાવીને દુર અન્ય વિસ્તારમાં લઇ જઇ તેની ચાવી બનાવીને તેને છુપાવી નાખતો હતો.તે અગાઉ પણ વાહન ચોરીમાં પકડાઇ ચુકેલ છે.