અંજાર
અંજારમાં ગુનાહીત ટોળકી બનાવીને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડીકેટ મુજબના ગુના આચરતા હોય તેવા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અનુસંધાને અંજાર પોલીસે વ્યાજખોરીના ધંધામાં પોલીસના ચોપડે ચડેલ અંજારની રીયા ગૌસ્વામી, આરતી ગૌસ્વામી તથા તેજસ ગૌસ્વામીએ આર્થિક ફાયદા માટે ગુન્હાઓ આચરીને મિલકતો મેળવેલ હોય તે બાબતે ગુજસીટોક કાયદાની કલમ 18 હેઠળ આરોપીઓની મિલ્કત ટાંચમાં લીધી હતી.આજે અંજાર ખાતે વોર્ડનં.12માં આવેલ રીયાનો પ્લોટનં.48 દેવનગર કીંમત રુપીયા 12,42,500 અનેઆરોપીઓએ માતા તારાબેન ના નામે વસાવેલ મેઘપર બોરીચીમાં આવેલ મકલેશ્વરનગરમાં રે.પ્લોટનં.53 કીંમત રુપીયા 12,94,165 અને અંજાર વોર્ડનં.12માં આવેલ પ્લોટનં.132 ગંગોત્રી-02 કીંમત રુપીયા 13,71,644 ની મિલ્કત પોલીસે જપ્ત કરેલ છે.આ કામગીરીમાં નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરી, અઁજાર પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી એ.આર.ગોહીલ તથા સ્ટાફ સાથે રહ્યો હતો.
