હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સોમવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘ મહેર જામી છે. જેમાં નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા, મીંઢોળા નદીઓમાં નવા નીર આવ્યા છે. કાવેરી નદીની જળ સપાટી 12 ફૂટ સુધી પહોંચી છે. જલાલપોર તાલુકાના ખરસાડ ગામ વરસાદના કારણે જળબંબાકાર થઈ ગયું હતું. સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. વલસાડ તાલુકામાં 5.5 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત. વલસાડ તાલુકાના લીલાપુર સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા.વલસાડના કેટલાક ગામોમાં ભરાયા વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. ગામમાં વરસાદી પાણી ભરાતા ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. મહાનગરપાલિકાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા આક્ષેપ કર્યા હતા કે, બિલ્ડીંગો વધુ બનવાને કારણે પાણી ભરાય છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …