વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એક મોટી ઘટના સામે આવી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી રેલી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટ્રમ્પ માંડ માંડ બચ્યા હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એક હુમલાખોર માર્યો ગયો છે. અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્સી આ ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટના ગઈકાલ શનિવારની સાંજે પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન બની હતી. હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું ગોળી બિલ્કુલ મારા કાનને સ્પર્શીને પસાર થઈ ગઈ હતી.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …