ભચાઉ
કચ્છ જિલ્લાના કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ અને તેમની સૂચના અનુસાર ફ્લાયિંગ સ્ક્વોર્ડ, કચ્છ દ્વારા ગાગોદર-સમાખ્યાલી રોડ, તાલુકો ભચાઉ, પૂર્વ કચ્છ વિસ્તારમાં રાત્રી દરમિયાન વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બિનરોયલ્ટી પાસ વિના ચાઇનાક્લે ખનિજ વહન કરતી પાંચ ટ્રકો ઝડપવામાં આવી હતી. તમામ ટ્રકોને કાયદેસરની કાર્યવાહી હેઠળ સીઝ કરવામાં આવી છે અને અંદાજે રૂ. ૧.૧૨ કરોડના મુદ્દામાલ સાથે લાકડીયા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે.
હાલે આ મુદ્દે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ ખનિજ માફિયા સામે કડક પગલા લેવા સ્પષ્ટ સંકેત આપ્યા છે