Breaking News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓખા અને બેટ દ્વારકાને જોડતા દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કર્યું

દ્વારકામાં સુદર્શન સેતુ બ્રિજનું બાંધકામ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિજના નિર્માણનો હેતુ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી કરતા શ્રદ્ધાળુઓને સરળ સુવિધા પૂરી પાડવાનો છે. 2.32 કિમી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ દેશમાં તેના પ્રકારનો સૌથી લાંબો છે.

આ પુલના કારણે દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી કરતા યાત્રિકોનો સમય તો બચશે જ, સાથે સાથે યાત્રિકોને બેટ દ્વારકા જવા માટે હોડી પર નિર્ભર રહેવું પડશે નહીં. સુદર્શન સેતુની બંને બાજુએ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકો અને ભગવાન કૃષ્ણની છબીઓથી સુશોભિત ફૂટપાથ પણ બનાવવામાં આવ્યું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

આવતીકાલે ધો-12 અને ગુજકેટનું પરિણામ:સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇને મોટા સમાચાર સામે આવ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »