31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જોકે હવે આજે ફરી હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે, આજે બપોરે 1.00 વાગ્યાથી જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલને જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની જવાબદારી સોપાઈ છે. તેવાં અગાઉ પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ હવે કોલલેટરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે, ગઈકાલે જ હસમુખ પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આગામી 9 એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છે કે, 1 હજાર 181 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ રહી છે.