પંચાંગ અનુસાર 27 ફેબ્રુઆરી 2023 અને સોમવારે બુધ ગ્રહ ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરથી શનિ અને સૂર્ય સાથે બુધની યુતિ સર્જાશે. આ યુતિ કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે. રાશિ ચક્રની આ ચાર રાશિના જાતકો પર 27 ફેબ્રુઆરીથી દુઃખના ડુંગર તૂટી શકે છે.
મેષ
બિનજરૂરી ક્રોધ કરવાથી બચવું તમારા હિતમાં રહેશે. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે. કાર્ય સ્થળ પર સમસ્યાઓનો સામનો કરવો પડશે. વેપારમાં પણ ધનહાની થઈ શકે છે.
કર્ક
જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કારકિર્દીમાં સમસ્યા આવી શકે છે. ઓફિસમાં કામનું ભારણ વધશે. ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું. આવકમાં ઘટાડો થશે અને ખર્ચમાં વધારો થઈ શકે છે. પારિવારિક સમસ્યાઓ વધશે.
મકર
મનમાં ચિંતા રહેશે પરંતુ ધીરજ રાખવી. સંતાનનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. મનમાં વિચારોને લઈને ગડમથલ રહેશે. ભવિષ્યની ચિંતા વધશે. પારિવારિક જીવન માટે પણ સમય કષ્ટદાયક રહેશે. કાર્ય સ્થળ પર અધિકારીઓની નારાજગી વધી શકે છે.
મીન
કાર્ય સ્થળ પર વધારાની જવાબદારી મળવાથી કામનું ભારણ વધશે. અણધાર્યા ખર્ચના કારણે બચતમાં ઘટાડો થશે. માતા પિતાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે જેના કારણે ચિંતા વધશે. વેપારમાં જોખમ લેવાથી નુકસાન થઈ શકે છે. કોઈ બાબત પર ઝઘડો કરવાથી બચવું.