મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશનએ ૧ સપ્ટેમ્બરથી મુંબઈમાં ભેંસના દૂધના જથ્થાબંધ ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨નો વધારો કરવાની જાહેરાત મૂકી છે.
જનરલ બોડીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો એવો એમ તેના જનરલ સેક્રેટરી કાશમ કાશ્મીરે જણાવ્યું હતું.
દિવાળી વગેરે તહેવારોનાં આગમન પહેલા જ આ સમાચાર ચિંતામાં મૂકી દે તેવા છે. હવે તમામ પ્રકારના દૂધ અને દૂધ સંબંધિત ઉત્પાદનોના ભાવમાં પણ ધરખમ વધારો થઈ શકે છે. જો અમ થશે તો બળતામાં ઘી હોમાશે.
