કચ્છમાં ભારે વરસાદ તથા વાવાઝોડાની આગાહીના કારણે વાઇ રહેલા વેગીલા પવનથી જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. કુદરતી આફતના કારણે જિલ્લામાં રોડ-રસ્તા તથા રસ્તા પરના વૃક્ષોને નુકશાન પહોંચ્યું છે ત્યારે વાહનવ્યવહાર પૂર્વવત કરવા વનવિભાગ તથા માર્ગ-મકાન વિભાગના કર્મયોગીઓ ૨૪ કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
જિલ્લામાં હાઇવે તથા ગ્રામ્ય રસ્તાઓને નુકશાન પહોંચ્યુ છે ત્યારે વરસાદી આફતથી ભુજ માંડવી રોડ, મુંદરા-કાંડાગરા રોડ, ભુજ-લખપત રોડ, નાના કપાયા, મુંદરા, ચિરઇ – લુણવા રોડ, માતાના મઢ રોડ, માંડવી, દયાપર રોડ, કોડાય જંકશન સહિતના રોડ પર વૃક્ષો ધરાશયી થવા તથા રોડને નુકશાન પહોંચતા વન વિભાગ તથા માર્ગ-મકાન વિભાગ તત્કાલ અસરથી વૃક્ષ દુર કરવા તા રોડ સમારકામ હાથ ધરીને વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …