અભિનેતા સમીર ખખ્ખરનું નિધન, સિરિયલ નુક્કડમાં ‘ખોપડી’નું પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું

ફિલ્મ જગતના પ્રસિદ્ધ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન થયુ છે. સમીર ખખ્ખર 80ના દાયકામાં દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ નુક્કડમાં ‘ખોપડી’નું ખૂબ જ પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું. જો કે અભિનેતાના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. સમીર ખખ્ખર મુંબઈના બોરીવલીની આઈસી કોલોનીમાં એકલા રહેતા હતા. સમીર ખખ્ખરની પત્ની અમેરિકામાં રહે છે. તેઓ છેલ્લે તાજેતરમાં રિલીઝ થયેલી સિરીઝ ‘ફરઝી’માં જોવા મળ્યા હતા.

સમીર અમેરિકા ગયા બાદ અને તેણે એક્ટિંગ સિવાય જાવા કોડર તરીકે નોકરી મેળવી હતી. વર્ષ 2008માં તેણે નોકરી ગુમાવી દીધી હતી. અમેરિકામાં તેને અભિનેતા તરીકે કોઈ જાણતું ન હોવાથી તેણે બીજા ક્ષેત્રમાં કામ કરવું પડ્યું હતું. સમીરને ભારતમાં જે પણ ભૂમિકાઓ મળી તે તેના ‘નુક્કડ’ પાત્ર પર આધારિત હતી.

About chanchal bhuj bhuj

Check Also

દાહોદ મનરેગા કૌભાંડ : મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ

ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. મનરેગામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?